The perfect present tense
The perfect present tense
૧) જે ક્રિયા પદ ને છેડે ‘e’ હોય તેને ‘d’ પ્રત્યય લાગવા થી ભૂતકાળ અને ભુત્કૃદંત થાય છે.
મૂળરૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભુત્કૃદંત નું રૂપ |
To like |
Liked |
liked |
To live |
lived |
Lived |
To dance |
Danced |
Danced |
To test |
Tested |
Tested |
To love |
Loved |
Loved |
૨) જો ક્રિયાપદ ના મૂળરૂપ ને અંતે ‘y’ આવતો હોય અને ‘y’ ની આગળ વ્યંજન હોય તો તે ‘y’ નો ‘i’ કરી ‘ed’ પ્રત્યાય લગાડવો.
મૂળરૂપ |
ભૂતકાળ |
ભુત્કૃદંત |
To study |
studied |
Studied |
to cry |
Cried |
cried |
to marry |
married |
Married |
to worry |
worried |
Worried |
to dry |
dried |
Dried |
3) ક્રિયાપદ ના મૂળરૂપ ને અંતે એકજ વ્યંજન હો અને તેની આગળ એક જ સ્વર હોય તો ‘ed’ પ્રત્યેય લગાડતા પહેલા આગળ નો વ્યંજન બેવડાય છે.
મૂળરૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભુત્કૃદંત નું રૂપ |
To stop |
Stopped |
Stopped |
To clap |
Clapped |
Clapped |
To knit |
Knitted |
Knitted |
To beg |
Begged |
Begged |
To rub |
Rubbed |
Rubbed |
૪) કેટલાક ક્રિયાપદો એવા હોય છે કે જેના ભૂતકાળ ના રૂપો અને ભુત્કૃદંત રૂપો સરખા હોય છે.
મૂળ રૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભૂતકૃદંત |
to get |
Got |
Got |
To meet |
Met |
Met |
To buy |
Bought |
Bought |
To catch |
Caught |
Caught |
To teach |
Taught |
Taught |
૫) કેટલાક ક્રિયા પાડો ના ભૂતકાળ ,ભૂતકૃદંત અને મૂળ રૂપ સરખા હોય છે.
મૂળ રૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભૂતકૃદંત |
To cut |
Cut |
Cut |
To read (રીડ ) |
Read (રેડ) |
Read (રેડ) |
To hit |
Hit |
Hit |
To put |
Put |
put |
To set |
Set |
Set |
૬) કેટલાક ક્રિયાપદો ના ત્રણેય રૂપો મૂળરૂપ ,ભૂતકાળ અને ભુત્કૃદાંત
અલગ અલગ હોય છે.
મૂળ રૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભૂતકૃદંત |
To go |
Went |
Gone |
To eat |
Ate |
Eaten |
To sing |
Sang |
Sung |
To see |
Saw |
Seen |
To be |
Was |
Been |
૭) કેટલાક ક્રિયાપદો નું રૂપ ભૂતકાળ માં ફરે છે પણ ભુત્કૃદાંત માં મૂળરૂપ જ રહે છે.
મુળરૂપ |
ભૂતકાળ નું રૂપ |
ભૂતકૃદંત નું રૂપ |
To come |
Came |
Come |
To run |
Ran |
Run |
To become |
became |
become |
પૂર્ણ વર્તમાન કાળ ના ઉપયોગ :
૧) વર્તમાન માં પૂરી થયેલી કે નહિ થયેલી ક્રિયા રજુ કરવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે.
- I have never visited such a beautiful place as Kashmir.
મેં આવા કાશ્મીર જેવા સુંદર સ્થળ ની મુલાકાત ક્યારેય લીધી નથી.
૨) ક્રિયા ભૂતકાળ માં થઇ હોય અને તેની અસર વાર્તામાંન માં ચાલુ હોય તો પણ પૂર્ણ વર્તમાન નો ઉપયોગ થાય છે.
- I have studied the bhagvad geeta .
મેં ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો છે.
૩) ખુબ નજીક ના સમય માં ક્રિયા પૂર્ણ થઇ હોય તોપણ પૂર્ણ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે.
- Mrinali has broken this glass.
મૃણાલી એ આ કાચ તોડ્યો છે.
૪) ભૂતકાળ માં સરું થયેલી ક્રિયા વર્તમાન માં પૂરી થયેલી હોય કે ચાલુ હોય તો પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે.
- I have lived in Surat for ten years.
હું દસ વર્ષ થી સુરત માં રહું છું.
૫) કોઈ ક્રિયા કે કોઈ ઘટના ભૂતકાળ માં થયો હોય અને તેનો વર્તમાન સાથે સબંધ થયો હોય ત્યારે પણ પૂર્ણ વર્તમાન કાળ વાપરી શકાય છે.
- I have seen white elephants in that jungle.
એટલે કે એ જંગલ માં આજે ફરીથી હાથી હોવામાંલે તેવી શક્યતા ખરી.
To be : have / has
I,we,you,they,બહુવચન નામ : have
He , she , it , એકવચન નામ : has
વાક્યરચના :
હકાર : કર્તા + have / has+(time clues ) + V3 +કર્મ + અન્ય શબ્દ .
નકાર : કર્તા + have/has+not+(time clues ) + V3 +કર્મ + અન્ય શબ્દ.
પ્રાશ્નાર્થ : have / has + કર્તા +(time clues ) + V3 +કર્મ + અન્ય શબ્દ?
ઓળખ ના શબ્દો:
૧) Just :હમણા / હમણાજ
હકાર વાક્ય માં વપરાય છે. to be અને ક્રિયાપદો ની વચ્ચે આવે છે.
I have just completed your this lesson.
મેં હમણાજ આ પાઠ પૂરો કર્યો છે.
૨) Already :ક્યારાનુ યે
હકાર વાક્ય માં વપરાય છે. to be અને ક્રિયાપદો ની વચ્ચે આવે છે.
Meena has already done her homework.
મીના એ ક્યારનુંય તેનું ગૃહકાર્ય કરી નાખ્યું છે.
૩) Ever : કદી/ ક્યારેય
પ્રશ્નાર્થ વાક્ય માં વપરાય છે. to be અને ક્રિયાપદો ની વચ્ચે આવે છે.
Have you ever seen the Tajmahal?
શું તમે ક્યારેય તાજમહેલ જોયો છે?
૪) Never : ક્યારેય નહિ /કદી નહિ.
વિધાન / નકાર વાક્ય માં વપરાય છે. to be અને ક્રિયાપદો ની વચ્ચે આવે છે.
i have never visited an airport.
મેં ક્યારેય હવાઈ મથક ની મુલાકાત લીધી નથી.
૫) Often : અવારનવાર
હકાર વાક્ય માં વપરાય છે. to be અને ક્રિયાપદો ની વચ્ચે આવે છે.
Pakistan has often got help from America.
પાકિસ્તાન અવાર નવાર અમેરિકા પાસે થી મદદ મેળવે છે.
૬) yet : હજુ પણ
પ્રાશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય માં વપરાય છે.
વાક્ય માં tobe અને ક્રિયા પાડો ની વચ્ચે અથવા અંત માં મુકાય છે. પ્રાશ્નાર્થ વાક્ય માં વાક્ય ના અંત માં મુકાય છે જયારે નકાર માં વચ્ચે કે અંત માં મૂકી સકાય છે.
Has Varsha not returned from the college yet?
શું વર્ષા હજુસુધી કોલેજે થી પછી નથી આવી?
No , she hasn’t yet returned from college.
ના , તેણી હજી સુધી કોલેજે થી પછી આવી નથી.
EXERCISE :
- ........ You ever ............ by air line?(travel)
- I ........ never ........ to jamjodhpur.(go)
- I ......... .............. the breakfast especially for you? (prepare)
- we ............. ............ English since may. (learn)
- Pravin bhai ........... just ........ to swaminarayan temple.(go)
- I ....... not ........ to the office for three days.(go)
- Manish ............ not ........... from the market yet. (return)
- I ............ already .......... my house.(change)
- samji bhai ......... .......... the job for two years. (leave)
- Vishal bhai ............. .......... ill for two weeks.(be)