Welcome To Our Apalit Field Of Education

Essay on CORONA or COVID-19

blog image

Essay on CORONA or COVID-19

Write an essay on following subject.
COVID-19 or CORONA

The name, Covid-19 is made up of three different words. 'Co' stands for Corona; 'Vi' for  virus, 'D' for disease and '19' for 2019.
‘કોવીડ-૧૯’ નામ ત્રણ અલગ શબ્દો પરથી બન્યુ છે. ‘કો’ કોરોનાને રજુ કરે છે; ‘વિ’ એટલે વાયરસ અને ‘ડ’ એટલે ડીસીઝ (રોગ) અને ૧૯ એટકે ૨૦૧૯.
It was first identified in Wuhan, China in November 2019, and then it spread all over the world.
તેને પ્રથમ વખત ચીનના વુહાન શહેરમાં નવેમ્બર ૨૦૧૯ માં ઓળખવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગયો.

Symptoms: લક્ષણો
One of the common symptoms of this disease is common cold. It spreads with the droplets of an infected person through coughing or sneezing and through touching surfaces with the infected hands. The Covid-19 virus may survive on some surfaces for several hours. The person may suffer from high fever, cough, and breathing problems. These are some common symptoms.
કોરોનાના સામાન્ય લક્ષણોમાનું એક સામાન્ય શરદી છે. ટે ચેપી વ્યક્તિના ખાસી ખાવાથી અથવા છીકવાથી અને ચેપી હાથ વડે કોઈ સપાટીને સ્પર્શવાથી ફેલાવો થાય છે. કોવીડ-૧૯ના વાયરસ અમુક સપાટીપર કેટલાક કલાકો સુધી જીવિત / ટકી રહે છે. વ્યક્તિ તીવ્ર તાવ, શરદી (ઉધરસ) અને શ્વાસની સમસ્યાથી પીડાય છે. આ અમુક સામાન્ય લક્ષણો છે.

Precautions: સાવચેતીઓ:
Some precautions should be taken to avoid infections.
  1. We should wash hands frequently using soap and water.
  2. We should cover our mouth and nose with masks or other clothes.
  3. We should keep social distance from other people.
  4. We should get ourselves tested for Corona in the hospital.
ચેપને ટાળવા / અટકાવવા માટે અમુક સાવચેતીઓ રાખવી જોઈએ.
    ૧. આપને હાથ સાબુ અને પાણી વડે વારંવાર ધોવા જોઈએ.
    ૨. આપણે આપણું મોઢું અને નાક માસ્ક કે કોઈ બીજા કપડાથી ઢાકી રાખવું જોઈએ.
    ૩. આપણે બીજા લોકો થી સામાજિક અંતર રાખવું જોઈએ.
    ૪. આપણે આપણું નિદાન કોરોના માટેની હોસ્પીટલમાં કરાવવું જોઈએ.

Vaccine: રસી:
The COVID vaccine was launched in India on 16th January 2021. The first group includes healthcare and front-line workers. The second group to receive COVID-19 vaccine will be persons over 60 years of age. In the third stage, all the persons above 45 years can now take the benefit of free vaccination without any medical certificate.
કોવીડની રસી ભારતમાં ૧૬મી જાન્યુઆરીએ લોન્ચ (પ્રશેપણ) થઇ હતી. પ્રથમ સમુહમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોવીડ-૧૯ની રસી મેળવવા માટેનો બીજો સમૂહ ૬૦ વર્ષથી વધારેના લોકોનો હશે. અને ત્રીજા સ્તરમાં, બધા ૪૫ વર્ષથી વધારે ઉમરના લોકો કોઈપણ મેડીકલ સર્ટીફીકેટ વગર નિશુલ્ક રસીનો લાભ લઇ શકે છે.

This is the biggest pandemic of the century. It affected more than 50% population of the world. This virus spread in more than 180 countries of the world. Most of the countries applied 100 days Lockdown ever done in history.
આ સદીનો સૌથી મોટો રોગચાળો છે. તે વિશ્વની ૫૦ % કરતા વધારે વસ્તીને અસરકારી રહી હતી. આ વાયરસ વિશ્વના ૧૮૦ કરતા વધારે રાષ્ટ્રો/ દેશોમાં ફેલાયો હતો. ઇતિહાસમાં થયેલા લોકડાઉન માં મુખ્યત્વે રાષ્ટ્રોએ / દેશોએ ૧૦૦ દિવસનું લોકડાઉન  લાગુ કર્યું હતું.

As on 24th March 2021, America has 30 million cases and 543000 deaths due to Corona. Brazil has 12 million cases and 299000 deaths; while India has 11 million cases and 160000 deaths. In India more than 95% of patients have recovered from this deadly disease.
જે મુજબ ૨૪મી માર્ચ, ૨૦૨૧એ, અમેરિકામાં ત્રીસ મિલિયન (ત્રણ કરોડ) કેસ અને ૫૪,૩૦૦ કોરોનાને કારણે મૃત્યુ થયા છે. બ્રાઝીલમાં ૧ કરોડ ૨૦ લાખ કેસ અને ૨,૯૯,૦૦૦ મૃત્યુ થયા છે; જયારે ભારતમાં ૧૧ મિલિયન (૧ કરોડ ૧૦ લાખ) કેસ અને ૧,૬૦,૦૦૦ મૃત્યુ થયા છે. ભારતમાં ૯૫%થી વધારે દર્દીઓ આ જીવલેણ બીમારીથી સાજા થયા છે.


Impact: અસર:
The world economy has crashed and suffered a heavy loss of business. Millions of people have lost their jobs or business. The world is still recovering from the loss of economy. Due to Corona, education, flights, sports events, festivals, social occasions, tourism etc. were affected. Restaurants, theaters, malls were closed.
વિશ્વનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે અને ભારે ધંધાકીય નુકશાનીમાંથી પસાર થઇ રહ્યુ છે. કરોડો લોકોએ તેઓની નોકરીઓ તથા ધંધાઓ ગુમાવ્યા છે. દુનિયા હજુ અર્થતંત્રના નુકશાનથી સરભર થઇ રહી છે. કોરોનાને કારણે શિક્ષણ, હવાઈઉડ્ડયનો (ફ્લાઈટ્સ), સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, તહેવારો, સામાજિક પ્રસંગો, પર્યટનો વગેરેને અસર થઇ છે. રેસ્ટોરન્ટ, થીએટર અને મોલ બંધ હતા.

Daily wagers had to suffer an unimaginable poverty. Many students had to study online. Many steps were taken by government to support people.
દૈનિક વેતનથી ગુજરાન ચલાવનારને અકલ્પનીય ગરીબીથી પીડાવું પડ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો. લોકોને ટેકો કરવા માટે ઘણા પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા.


Steps: પગલાઓ:
Government has released more than 20,000,00 crore funds for Corona affected people. This is the largest amount ever granted in the history of Indian economy. Special Covid-19 hospitals and wards were set up immediately.
સરકારે કોરોનાથી અસરગ્રસ્ત લોકો માટે ૨૦,૦૦૦,૦૦ કરોડનો ભંડોળ જાહેર કર્યો હતો. ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. તત્કાલ ધોરણે કોવીડ-૧૯ની હોસ્પિટલો અને વિભાગોની ગોઠવણ થઇ હતી.


Positivity: હકારાત્મકતા:
We also saw some positive effects of Lockdown like cleaner sky, decrease in air and noise pollution. Crime rates and accident rates also decreased during Lockdown. Finally, we hope Covid-19 will disappear completely from the world.
લોકડાઉનની હકારાત્મક અસરો જેવીકે વધારે સ્વચ્છ આકાશ, હવા અને અવાજના પ્રદુષણમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. લોકડાઉન દરમિયાન ગુનાનું પ્રમાણ અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. અંતે આપણે આશા રાખીએ કે કોવીડ-૧૯ દુનિયામાંથી સંપૂર્ણપણે અદ્રશ્ય (નાશ) થઈ જાય.