Welcome To Our Apalit Field Of Education

રાસ બિહારી બોઝ

blog image

રાસ બિહારી બોઝ


રાસબિહારી બોઝ : (૨૫ મે ૧૮૮૬ — ૨૧ જાન્યુઆરી ૧૯૪૫) એક ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ ગદર વિદ્રોહના મુખ્ય આયોજકો પૈકી એક હતા. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી બાદમાં તેને સુભાષચંદ્ર બોઝને સોંપી દીધી હતી.

વ્યક્તિગત માહિતી
જન્મની વિગત : ૨૫ મે ૧૮૮૬. સુબલદહ, વર્ધમાન જિલ્લો, બંગાળ
મૃત્યુ :૨૧ જાન્યુઆરી ૧૯૪૫ ટોકયો, જાપાન
રાષ્ટ્રીયતા :ભારતીય નાગરિકતા
બ્રિટીશ ભારત (૧૮૮૬–૧૯૧૫)
કોઈ દેશની નાગરિકતા નહી (૧૯૧૫–૨૩)
જાપાન (૧૯૨૩–૪૫)
સંસ્થા : યુગાંતર, ભારતીય સ્વતંત્રતા લીગ, આઝાદ હિંદ ફોજ
ચળવળ : ભારતીય સ્વાધીનતા સંગ્રામ, ગદર વિદ્રોહ, આઝાદ હિંદ ફોજ
જીવન સાથી(ઓ) :  તોશિકો બોઝ (૧૯૧૬–૧૯૨૪)
સંતાનો : ૨

પ્રારંભિક જીવન
રાસબિહારી બોઝનો જન્મ બંગાળના વર્ધમાન જિલ્લાના સુબલદહ ગામમાં થયો હતો. તેમના પિતા વિનોદ બિહારી બોઝ અને માતા ભૂવનેશ્વરી દેવી હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતન સુબલદહની પ્રાથમિક શાળામાં જ તેમના દાદા કાલીચરણ બોઝની દેખરેખ હેઠળ થયું હતું. તેમનો આગળનો અભ્યાસ ડુપ્લીક્સ કોલેજમાં થયો હતો. શાળાના આચાર્ય ચારુચંદ્ર રોયે તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે પ્રેરીત કર્યા. ત્યારબાદ તેમણે કલકત્તાની મોર્ટન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બોઝે ચિકિત્સા વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં ફ્રાંસ અને જર્મનીથી પદવી મેળવી હતી.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
તેઓ શરૂઆતથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા હતા. અલીપુર બોમ્બ ધડાકાના મુકદ્દમાથી દૂર રહેવાના ઇરાદાથી તેમણે ૧૯૦૮માં બંગાળ છોડી દીધું હતું. તેઓ દહેરાદૂન વન અનુસંધાન સંસ્થામાં ક્લાર્ક તરીકેની નોકરી દરમિયાન અમરેન્દ્ર ચેટરજીના માધ્યમથી જતીન્દ્રનાથ મુખર્જીના (જતીન બાઘા) સંપર્કમાં આવ્યા. અહીં તેઓ બંગાળી ક્રાંતિકારીઓના જૂથમાં સામેલ થઈ ગયા અને પંજાબ તેમજ સંયુક્ત પ્રાંતના (હાલ ઉત્તરપ્રદેશ) આર્ય સમાજના પ્રખર ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા.

દિલ્હી ષડયંત્ર
તત્કાલીન વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સની હત્યાના પ્રયાસ બાદ તેઓ ભાગતા ફરી રહ્યા હતા. હત્યાનો આ પ્રયાસ ૨૩ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યો હતો જ્યારે વાઇસરોય લોર્ડ હેસ્ટીગ્સ રાજધાની કલકત્તાથી નવી દિલ્હી સ્થળાંતરીત કરવાના એક ઔપચારિક સરઘસમાં ભાગ લઈ રહ્યા હતા. હેસ્ટીગ્સનું સરઘસ જ્યારે લાલ કિલ્લા પાસેથી પસાર થઈ રહ્યું હતુ ત્યારે અમરેન્દ્ર ચેટરજીના સહયોગી વસંત કુમાર વિશ્વાસે તેમના પર બોમ્બ ફેંક્યો હતો. પરંતુ તેઓ લક્ષ ચૂકી ગયા હતા અને હત્યાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બોમ્બ બનાવવાનું કામ મનિન્દ્રનાથ નાયકે કર્યું હતું. ગવર્નર જનરલ અને વાઇસરોયની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં સક્રીય ભૂમિકાને કારણે બ્રિટીશ પોલીસ બોઝને શોધી રહી હતી. તેઓ રાતની ટ્રેન મારફતે જ દહેરાદૂન પાછા ફર્યા અને કશું જ બન્યું નથી એ રીતે બીજા દિવસે ઓફિસમાં હાજર થઈ ગયા. બાદમાં તેઓએ વાઇસરોયની હત્યાના કાયરતાપૂર્ણ પ્રયાસની નિંદા કરવા દહેરાદૂનના નિષ્ઠાવાન લોકોની એક સભાનું આયોજન કર્યું હતું.
Source: Wikipedia